કર્મચારીઓ સાથેની મિટીંગમાં બૉસ ફરિયાદ કરતા હતા કે તેમને કોઇ માન આપતું નથી.બીજે દિવસે તેઓ એક નાનકડું પાટિયું લઈ આવ્યા જેના પર લખ્યું હતું “આય એમ ધ બૉસ! (હું સર્વોપરી છું)” અને તેમણે તે પાટિયું તેમની કેબિનના દરવાજા પર લગાડી દીઘું.બપોરે જમીને જ્યારે તેઓ ઓફિસમાં આવ્યા ત્યારે જોયું તો તે પાટિયા પર કોઈક એક ચિઠ્ઠી ચોંટાડી ગયું હતું. જેમાં લખ્યું હતું કે “બૉસાણીનો ફોન હતો, તેઓ પોતાનું પાટિયું પાછું માગી રહ્યા છે…!”
આજનો SMS: આપનું નામ
આપનું નામ રેતી પર લખ્યું,
મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.આપનું નામ વાદળોમાં લખ્યું,
પવન આવ્યોને તેને તાણી ગયો.આપનું નામ હૃદયમાં લખ્યું,
હાર્ટ એટેક આવ્યોને… (ઉકલી ગયો!)
હજુયે યાદ છે – રઈશ મનીયાર
મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.આપનું નામ વાદળોમાં લખ્યું,
પવન આવ્યોને તેને તાણી ગયો.આપનું નામ હૃદયમાં લખ્યું,
હાર્ટ એટેક આવ્યોને… (ઉકલી ગયો!)
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
જોર લગાકે હઈશા…


Source: તડાફડી

heh heh heh… mast joke and even master SMS
maja padi gayi
nice to explore ur blog… visit http://www.gujarati.tk for more Gujju fun… Thx